कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें

कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें यहाँ प्रस्तुत है विभिन्न Nukh व गोत्रों की कुलदेवी और कुलदेवता की सूची का विवरण तथा सम्बन्धित विविध लेख। इन लेखों से आप अपने NUKH -गोत्रों के इतिहास,कुलदेवी और कुलदेवता इत्यादि के बारे में जानकारी प्राप्त कर सकते हैं। यदि आप अपने समाज से सम्बंधित कोई लेख इस ब्लॉग में जोड़ना चाहते हैं तो आपका लेख इस लिंक पर भेज सकते हैं अन्य NUKH - गोत्रों की कुलदेवियों की सूची...को भी जोड़ने का क्रम जारी है। यदि आप अपने कुलदेवी और कुलदेवता के बारे में कोई जानकारी देना चाहते हैं तो कृपया अपना लेख ऊपर दिए गए E- MAIL - bhatiacommunity@gmail.com पर सबमिट करें

Monday, September 18, 2017

ભગવદ્ગીતા

ભગવદ્ગીતા

ભગવદ્ગીતા અર્થ મહાભારતના ભીષ્મપર્વમાંના 'ભગવદ્ગીતા પર્વ'માંનું ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવ અર્જુન વચ્ચેના સંવાદરૂપનું કર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે વિષયોનું એક ઉચ્ચ કોટિનું ૭૦૦ શ્લોકોનું પુસ્તક, ગીતાજી. (સંજ્ઞા.)


મહાભારતના ભીષ્મપર્વમાંના 'ભગવદ્ગીતા પર્વ'માંનું ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવ અર્જુન વચ્ચેના સંવાદરૂપનું કર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે વિષયોનું એક ઉચ્ચ કોટિનું ૭૦૦ શ્લોકોનું પુસ્તક, ગીતાજી. (સંજ્ઞા.) સ્ત્રીo (સં.) હિંદુઓનું એક મુખ્ય ધર્મપુસ્તક-ગીતા
એ નામનું સર્વોત્તમ ઉપનિષદ. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદને ભદવદ્ગીતા કહે છે. મહાભારતના ભીષ્મપર્વમાં આવેલો અઢાર અધ્યાયનો તે ગ્રંથ છે. તેના સર્વોત્તમ તત્ત્વજ્ઞાનને લીધે તે અમૂલ્ય ગ્રંથ ગણાય છે. તેનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે, પણ તેમાં આંગ્લ કવિ એડિવન આર્નોલ્ડનું સર્વશ્રેષ્ઠ ગણાય છે. ગાંધીજી કહે છે કે: શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૫૪થી ૭૨ શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવેલાં છે. આ ઓગણીશ શ્લોકમાં ગણાવેલી સ્થિતિએ પોહંચવાનો સૌ કોઈનો ધર્મ છે અને અભયના પાકા પાયા ઉપર જીવનનું ચતણતર થાય, તો જ એ સ્થિતિ સિદ્ધ થાય છે. ભગવદ્ગીતાની સાંખ્યદૃષ્ટિ સમજાવતાં આનંદશંકર બાપુભાઈ ધ્રુવે કહ્યું છે કે: વિરોધોના પરિહાર માટે ભગવદ્ગીતાની ઉત્પત્તિ છે. જેમ જિસસ ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામન્ટમાં કહે છે, હું ક્રિયાકાંડના નાશ માટે નથી આવ્યો અર્થાત્ જે યહૂદીઓનાં મંદિરો હતાં તેનો નાશ કરવા હું નથી આવ્યો, પરંતુ તે મંદિરોમાં જે અપૂર્ણતા હતી તે પૂરી કરવા આવ્યો છું. શ્રીકૃષ્ણ ભગવાનનો શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપદેશ પણ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે છે. પ્રથમ સત્યને માટે આગ્રહ થાય છે, પછી પ્રેમનું બળ આવે છે. પ્રથણ રાત્રિનો અંધકાર, પછી ઝાકળ, પછી સૂર્યના રંગોમાં બિંદુઓનો વધારે સુંદર દેખાવ અને પછી એ જ સૂર્યના પ્રકાશથી બિંદુઓનું સુકાઈ જવું તે. આ રીતે પ્રથમ કર્મ, પછી જ્ઞાનના રંગો, પછી પ્રકાંડ જ્ઞાન અને પછી કર્મમાર્ગનું સુકાઈ જવું તે આમ પહેલી સ્થિતિ શુષ્ક કર્મની, પછી જ્ઞાનનાં કિરણો અર્થાત્ કર્મો સમજીને કરવાં. કર્મની સાથે ભક્તિ લાવવી. ત્યાંથી આગળની સ્થિતિ એ કે જ્ઞાન ખૂબ વધ્યું, પરંતુ કર્મો સુકાઈ ગયાં. ત્યારે વચલો માર્ગ કયો ? ભગદ્ગીતા એ માર્ગ સમજાવે છે. શ્રીકૃષ્ણ કર્મની ફિલસૂફીમાં રહેલું જ્ઞાનનું તત્ત્વ સમજાવે છે. તત્ત્વ તે શું ? પ્રકૃતિનું કામ પ્રકૃતિ કરે અને પુરુષ દ્રષ્ટા રહે. મનુષ્ય મનનશીલ પ્રાણી છે એટલે એને યંત્રવત્ કર્મો કરવા કરતાં કર્મો વિષે વિચાર કરવાનું સૂઝે. તેથી જ ભગવદ્ગીતા કહે છે કે, જે કાંઈ કર્મ કરો તે માત્ર ક્રિયાત્મક રીતે નહિ, પણ એ કાર્યોમાં ઈશ્વરભાવ આવવો જોઈએ. અને જો ઈશ્વરભાવ લાવવો હોય તો જે કાંઈ કર્મ તું કરે તે તારા સ્વાર્થ માટે નહિ પરંતુ અનાસક્ત રહીને. કોઈને પણ વસ્તુમાં ચિત્ત ન ચોટવા દઈ પ્રભુમાં ચિત્ત ચોટાડવું. આથી અહંભાવ ઓછો થાય. આ કર્મમાં હું ભગવાનનો અનુભવ કરૂં છું. એવો ભાવ આવવો જોઈએ. વળી કર્મ એટલે માત્ર ધાર્મિક ક્રિયા જ નહિ, વર્ણાશ્રમ વગેરે સર્વ ધર્મોનો એમાં સમાવેશ થાય છે. જે કર્મનું ચક્ર આ જગતમાં પ્રવર્તે છે એ પરમાત્માના નિયમમાં એક નાનું ચક્ર થયા વગર છૂટકો નથી. આરંભમાં તું યંત્રનો એક ભાગ થઈશ, પરંતુ જ્ઞાન આવશે અને ઊંચો ભાવ આવશે ત્યારે સમજાશે કે ધર્મ એક ઘડીની નહિ પણ આખા જીવનની વાત છે. વિનોબા કહે છે કે: ગીતાની યોજના મહાભારતમાં છે મહાભારત આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ પૂર્વે વ્યાસ મુનિએ રચેલ છે. તેમાં એક લાખ શ્લોક અને ભગવદ્ગીતા જેવાં બીજાં અનેક રત્નો સંગ્રહાયેલાં છે. ગીતા પ્રવચનમાં વિનોબા લખે છે કે: મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે અને તે મહાકાવ્યો છે, અદ્ભુત ગ્રંથો છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે, જ્યારે મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસજીએ ભગવદ્ગીતામાં ભર્યું છે. પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદના પદવી મળી છે. ગીતા ઉપનિષદોની પણ ઉપનિષદ છે, કારણ કે સમસ્ત ઉપનિષદોનું દોહન કરીને ગીતારૂપી દૂધ ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનને નિમિત્ત બનાવીને સંસાર આગળ ધરેલ છે. જીવનના વિકાસને માટે આવશ્યક પ્રાય; પ્રત્યેક વિચાર ગીતામાં આવી જાય છે. એટલા માટે યથાર્થ જ કહેવાય છે કે: ગીતા ધર્મજ્ઞાનનો એક કોષ છે. ગીતા હિંદુ ધર્મનો નાનો છતાં મુખ્ય ગ્રંથ છે. જીવનના સિદ્ધાંતો આચરણમાં કેમ લાવવા તે ગીતા આપણને બતાવે છે. જીવનના સિદ્ધાંતો વ્યવહારમાં લાવવાની જે કળા કે યુક્તિ છે તેને યોગ કહે છે અને એ યોગ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યો છે. આથી જ અર્જુનવિષાદયોગ, સંખ્યાયોગ, મોક્ષસંન્યાસયોગ એમ અઢારે અધ્યાયને યોગ શબ્દથી ઓળખાવેલ છે. ગીતામાં સાંખ્ય અને યોગ બંને છે. સાંખ્ય એટલે શાસ્ત્ર કે સિદ્ધાંત અને યોગ એટલે યુક્તિ કે કળા. આ રીતે ગીતા શાસ્ત્ર અને કળા બંનેથી પરિપૂર્ણ છે. ગીતાની ઉત્પત્તિ સ્વધર્મ બજાવવામાં બાધક એવો જે મોહ છે, તેને નિવારવા અર્થે છે. ગીતાનો જ નહિ, પણ સારાયે મહાભારતનો ઉદ્દેશ એ જ છે. પહેલા અધ્યાયમાં અર્જુનને વિષાદ થયો તે એમની સરળતાથી શરણગતિમાં પરિણમ્યો. ગીતામાં અર્જુન નિમિત્ત માત્ર હોઈને પહેલા અધ્યાયને અર્જુનવિષાદયોગ નહિ કહેતાં, તેને માત્ર વિષાદયોગ ગણવાપાત્ર છે; કેમકે ગીતા કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ચોક્કસ સમય માટે નથી; પણ તે સર્વ માટે ને સર્વકાળ માટે નિર્માણ થયેલ છે. બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત આવે છે: (૧) આત્માની અમરતા અને અખંડતા, (૨) દેહની ક્ષુદ્રતા અને (૩) સ્વધર્મની અબાધ્યતા. આમાં સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે અને બીજા બે જાણવા યોગ્ય છે. સ્વધર્મનિષ્ઠા અર્થે એ સિદ્ધાંત જાગ્રત રાખવો પડે છે કે: હું મરણશીલ દેહ નથી; દેહ તો કેવળ ઉપરની ક્ષુદ્ર પાપડી છે; પણ હું તો કદી પણ ન મરવાવાળો અખંડ અને વ્યાપક આત્મા છું. આ બંને મળીને એક પૂર્ણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. દેહની નશ્વરતા બતાવતાં કહ્યું છે કે: આ દેહ તો પળપળમાં બદલાતો જાય છે. બચપણ, જુવાની, વૃદ્ધાવસ્થા અને એ જ રીતે બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. દેહ તો કપડાંના જેવો છે. જૂનાં વસ્ત્રો ફાટતાં જાય છે તેમ તેમ બીજા નવાં વસ્ત્રો ધારણ કરતાં જાય છે. નરદેહ દ્વારા સચ્ચિદાનંદ અવશ્ય મળે; પણ તેમ કરતાં પહેલાં પુરુષે સકામ મટી નિષ્કામ થવું જોઇએ, સ્થિતપ્રજ્ઞ થવું જોઇએ. કર્મનું ફલ પ્રભુને અર્પીને પુરુષ નિષ્કામ થઈ શકે છે. કર્મ કરવાં, પણ તેનાં ફળનો અધિકાર ન રાખવો. ગીતા કહે છે કે, ફલાશા છોડો, પણ સાથોસાથ કર્મ પણ ન તજો. ચિત્તની સ્થિરતા બહુ જ જરૂરી છે; પણ તે તો નિષ્કામી પુરુષ જ પામે છે. નિષ્કામ કામ કરનાર સ્થિર ચિત્તવાળો હોઇ શકે અને જેનું ચિત્ત સ્થિર છે, તેનું મન સ્થિર છે, તેની બુદ્ધિ સ્થિર છે અને તે છેવટે સ્થિતપ્રજ્ઞ બની શકે. નિષ્કામ કર્મ કરતાં કરતાં કર્મમુક્તિની કે મોક્ષની યે વાસના રાખવી ઇષ્ટ નથી; કેમકે વાસનાથી છૂટવું એ જ મોક્ષ છે. મુક્તિ ઇચ્છનારે વાસના, ફલાશા કે એવી કોઇ અપેક્ષા રાખવી ન ઘટે. ભગવાન કહે છે કે, જેની બુદ્ધિમાં સાંખ્યનિષ્ઠા સ્થિર થઈ ગઈ છે અને ફળત્યાગરૂપી યોગ જેની રગે રગમાં વ્યાપ્ત થયેલ છે, તેને ગીતામાં સ્થિતપ્રજ્ઞ કહે છે ભગવાને બીજા અધ્યાયમાં, અંતિમ શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનું ગંભીર અને ઉદાત્ત ચિત્ર આપ્યું છે. સ્થિતપ્રજ્ઞ ગીતાની આદર્શ મૂર્તિ છે. નિષ્કામ કર્મયોગમાં અદ્ભુત સામર્થ્ય છે. કર્મ ચિત્તશુદ્ધિનું સાધન છે. ફળની ઇચ્છા છોડી દેવાથી બુદ્ધિ સતેજ રહે છે. ચિત્તશુદ્ધિ પણ તેથી થાય છે. કર્મયોગી પોતાનાં પૂજાકર્મ દ્વારા પરમેશ્વરદર્શનરૂપી ફળ મેળવે છે. કર્મયોગીનું કાર્ય દિવ્ય છે, કેમકે તે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે છે. તેથી મલદોષ દૂર થાય છે. ચિત્તશુદ્ધિ થતાં પ્રભુભક્તિ સૂઝે છે. શરણાગતિ લાધતાં પ્રભુની કૃપાને તે પાત્ર થાય છે. આ રીતે ઈશ્વરાર્પણ; બુદ્ધિથી પ્રભુકૃપા સુલભ થાય છે. આત્મપરીક્ષણથી ચિત્તની મલિનતા દૂર કરવાનું ત્રીજા અધ્યાયમાં બતાવ્યા પછી હવે ચોથા અધ્યાયમાં ભગવાન કર્મ, વિકર્મ આદિની વ્યાખ્યા સમજાવે છે. કર્મ, સ્વધર્મ, સ્વધર્માચરણની નિષ્કામતા પ્રાપ્ત કરવા માટે કામ અને ક્રોધ જીતવાની ખાસ જરૂર છે. ચિત્ત ગંગાજળની પેઠે નિર્મળ, પ્રશાંત ન હોય તો નિષ્કામતા સાધી ન શકાય. ગીતામાં કર્મ શબ્દ સ્વધર્મના અર્થમાં વપરાયેલ છે. કર્મ એટલે ખાવું, પીવું, સૂવું એ ક્રિયાઓ નહિ; પણ કર્મ એટલે સ્વધર્માચરણ, ચિત્તસંશોધન માટે જે કર્મ કર્યે જાય તેને વિકર્મ કહે છે. મન સાથે ઝૂકવું એ વિકર્મ. અંતરભાવથી કરવું એ વિકર્મ. આંતર બાહ્ય ક્રિયા એક ભાવથી થાય તો સફળતા મળે. એકબીજા મેળ ન ખાય તો વ્યર્થ. અભિષેક જો આંતર બાહ્ય એકરૂપ થઈને ન થાય તો શિવપિંડ પથ્થર ને અભિષેક કરનાર પણ પથ્થર. નિષ્કામ કર્મયોગ સિદ્ધ ત્યારે જ થાય કે જ્યારે બાહ્ય કર્મની સાથે અંદરથી ચિત્તશુદ્ધિરૂપી કર્મનો સંયોગ થાય. લોકસેવા કરતાં જો મનમાં શુદ્ધ ભાવના ન હોય તો લોકસેવા ભયાનક નીવડે. આથી કર્મની સાથે મનનો મેળ ખાવો એને ગીતામાં વિકર્મ કહે છે. કર્મની સાથે વિકર્મ ભળે ધીરે ધીરે નિષ્કામતા આવે. ભક્તિયોગમાં બહારથી તપ ને ભીતરથી જપ કરવાનો છે. ઉપવાસ શબ્દની ભાવના પણ એ જ છે કે, પ્રભુની પાસે બેસવું. અકર્મ એટલે કર્મ કરતાં છતાં ન કરવાપણું. સૂર્યની ગતિ, સાગરની ગતિ, સંતનો વિકાસ, પ્રવૃત્તિ વગેરે. શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે, બહુ સૂણવાથી તારી બુદ્ધિ ચક્રમાં પડી જાય છે, તેથી યોગપ્રાપ્તિ સંભવિત નથી. સંતોનું શરણ એ જ ખરો ઇલાજ છે. ગુરુઓનું મૌન વ્યાખ્યાન સંશયો છેદવા માટે પૂરતું છે. સૂણવું, પઢવું બંધ કરીને સંતોનું શરણ લે. ત્યાંથી જીવનગ્રંથ શીખવા માટે મળશે. સેવાકર્મ કરવાથી અત્યંત શાંતિ મળશે. પાંચમા અધ્યાયમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે. ભારે ભયાનક વસ્તુ છે. કર્મ જ્યારે સહજ થઈ જાય, ત્યારે તે અકર્મ બની જાય છે. સહજ કર્મ એટલે જ અકર્મ. સેવાકર્મ જ્ઞાનીઓ માટે સહજ કર્મ છે. યોગી અને સંન્યાસી બંને લોકસંગ્રહ કરે છે. શુક્ર, યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. જનક કર્મયોગી છે. યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકના શિષ્ય શુક્ર. સંન્યાસી પછી કર્મયોગી, પછી સંન્યાસી એવી માલિકા છે. એટલે કે સંન્યાસ ને યોગ ભિન્ન ભિન્ન નથી, પણ યોગ ને સંન્યાસ એક છે. ધ્યાનમાં (૧) ચિત્તની એકાગ્રતા. (૨) જીવનની પરિમિતતા ને (૩) સામ્યદશા કે સમદૃષ્ટિ; એ ત્રણ વિના સાધના થઈ શકતી નથી. ધ્યાનયોગમાં ચિત્તની એકાગ્રતા. જીવનની પરિમિતતા ને શુભ સામ્યદૃષ્ટિની જરૂરત છે. પરમેશ્વરની શક્તિને માયા કહે છે. એની કળાકુશળતા એ જ માયા. જીવ અને અજીવરૂપી મસાલથી અનંત રંગોવાળી સૃષ્ટિ જે કલાથી, જે શક્તિથી રચાઈ છે તે માયા છે. એ પ્રકૃતિના પુરુષ, પરમાત્માને સમજવા માટે ભક્તિનું ભવ્ય ભવન સાતમા અધ્યાયમાં બતાવ્યું છે. યજ્ઞ, યાગ, ધ્યાન, તપ એ સર્વમાં જો હાર્દિક્તા ન હોય તો પછી ચિત્તશુદ્ધિ ક્યાંથી આવે ? હાર્દિક્તા એ જ ભક્તિ. જે કાર્યમાં હાર્દિક્તા નથી એ કાર્યમાં ન તુષ્ટિ, ન શક્તિ, ન પુષ્ટિ. ભક્તના ત્રણ પ્રકાર કહ્યા છે: (૧) સકામ ભક્તિ કરનાર, નિષ્કામ ભક્તિ કરનાર અને સંપૂર્ણ ભક્તિ કરનાર જ્ઞાની. નિષ્કામ ભક્તિ કરનારના ત્રણ પ્રકાર છે: (૧) આર્ત, (૨) જિજ્ઞાસુ અને (૩) અર્થાર્થી; સકામ ભક્ત એટલે ઇચ્છા રાખી ભગવાન પાસે જનાર. પરમેશ્વર પાસે રોનાર ભક્ત ભલે સકામ હોય, તે અસાધારણ છે. સકામ ભક્તિ ત્યાજ્ય નથી. અંતકાલીન સ્મરણ તો સારા જીવનનું ફળ હોય. જેનો અંત મધુર તેનું સર્વ મધુર આઠમા અધ્યાયમાં એ વિચાર બતાવ્યો છે કે, મૃત્યુ વખતે જે વિચાર પ્રબળ હોય છે, તે વિચાર સાથે આત્મા નવી યાત્રા કરે છે. સદૈવ મરણનું સ્મરણ રાખી ચાલો. હરિસ્મરણથી ચિત્તશુદ્ધિ થાય છે. જેના મરણ વખતે આગ જલી રહી છે, સૂર્ય ચમકી રહ્યો છે, ચંદ્ર વૃદ્ધિ પામે છે, ઉત્તરમાં નિરભ્ર અને સુંદર આકાશ છે તે બ્રહ્મલોકને પામે છે અને જેના મરણ વખથે ધૂમ્રહોય છે, અંધારૂં હોય છે. ચંદ્ર ક્ષીણ થાય છે, દક્ષિણમાં વાદળધેર્યું આકાશ છે, તે જન્મમરણના ફેરામાં પડે છે. નવમો અધ્યાય ગીતાના મધ્યભાગમાં છે, ગીતા મહાભારતના મધ્યમાં છે, જ્ઞાનદેવે, આનો જપ કરતાં કરતાં સમાધિ લીધી હતી, એમ તેનો મહિમા મહાન છે. આ રાજવિદ્યા છે, મૃત્યુલોકમાં જીવનની મજા પ્રત્યક્ષ કરનાર આ રાજવિદ્યા છે. વેદધર્મના સારનો સાર ગીતા છે. હરિ નામ વેદોનો સાર છે. નિત્યનું સેવાકર્મ સમજીને કરવું એ રાજમાર્ગ છે. ભાવનાથી કરેલ મામૂલી હોય તો યે પવિત્ર છે. રાજયોગ એટલે કર્મ કરવાં તે તેનાં ફળ છોડીને ઈશ્વરને અર્પણ કરવાં, એ રાજયોગ છે. કર્મયોગ એટલે કર્મ કરો, પણ ફળ છોડો. રાજયોગમાં ઈશ્વરને અર્પણ કરવાં, એ રાજયોગ છે. કર્મયોગ એટલે કર્મ કરો, પણ ફળ છોડો. રાજયોગમાં ઈશ્વરને અર્પણ થાય છે; આથી રાજયોગ કર્મયોગથી એક પદ અધિક છે, બી વાવવા જેવું છે. કર્મ છોડવાં એ બી ફેંકી દેવા જેવું છે. હવે દશમો અધ્યાય આવે છે. પહેલા અધ્યાયમાં બતાવ્યું છે કે, ગીતા મોહનાશને માટ અથવા સ્વધર્મમાં પ્રવૃત્ત કરવાને માટે છે. બીજા અધ્યાયમાં જીવનનના સિદ્ધાંત, કર્મયોગ અને સ્થિતપ્રજ્ઞનું દર્શન આપણને થયું. ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાયમાં કર્મ, વિકર્મ અને અકર્મની સમસ્યા નક્કી કરી છે. છઠ્ઠા અધ્યાયમાં ચિત્તની એકાગ્રતાને માટે ધ્યાનયોગ બતાવીને અભ્યાસ અને વૈરાગ્યની મદદ તેને આપી છે. સાતમા અધ્યાયમાં વિશાળ ભક્તિરૂપી ઊંચુ સાધન બતાવ્યું છે. આ યોગને વિનોબા પ્રપત્તિયોગ કહે છે. સાતમામાં પ્રપત્તિયોગ બતાવીને આઠમા અધ્યાયમાં સાતત્યયોગ બતાવ્યો છે. સાતત્યયોગ એટલે પોતાની સાધાનાને અંતકાળ સુધી સતત ચાલુ રાખવી. નવમા અધ્યાયમાં કહે છે કે, જે કાંઈ પણ કર્મ હરઘડી થાય છે તે બધાં કૃષ્ણાર્પણ કરી દો. આ એક જ વાતથી બધાં શાસ્ત્રસાધન, બધાં કર્મવિકર્મ ડૂબી ગયાં. બધી કર્મસાધના આ સમર્પણયોગમાં વિલીન થઈ ગઈ. સમર્પણ યોગને જ રાજયોગ કહે છે. અનંત જન્મોનો પુણ્યસંચય હોય તો ઈશ્વરમાં રુચિ થાય. પરમેશ્વરને જોવાના બે પ્રકાર છે: સ્થૂળ અને સૂક્ષ્મ. પહેલાં સ્થૂળ, સ્પષ્ટ પરમેશ્વરને જુઓ. સમુદ્ર, પર્વત આદિ મહાન વિભૂતિઓમાં પ્રકટિત પરમેશ્વર તરત આંખોમાં સમાઈ જાય છે. આ સ્થૂળ પરમાત્મા સમજમાં આવી ગયો તો એક જલબિંદુમાં, માટીના એક કણમાં તે જ પરમાત્મા ભર્યો છે, તે પણ આગળ જતાં સમજમાં આવી જશે. આ એક પદ્ધતિ થઈ. બીજી પદ્ધતિ એમ છે કે, સીધા સાદા પરમાત્માને જોઈ લો. પછી તેના જટિલ રૂપને જુઓ. જે વ્યક્તિમાં શુદ્ધ પરમેશ્વરી આવિર્ભાવ સહજરૂપે પ્રકટ થયો છે. તે બહુ જલદી ગ્રહણ કરી લેવાય છે. જેમકે, રામમાં પ્રકટિત પરમેશ્વરી આવિર્ભાવ તરત જ મન ઉપર અંકિત થઈ જાય છે. રામ સરલ અક્ષર છે. પરંતુ રાવણ ? એ સંયુક્તાક્ષર છે. તેમાં કાંઈ ને કાંઈ મિશ્રણ છે. રાવણની તપસ્યા, કાર્યશક્તિ મહાન છે; પરંતુ તેમાં ક્રૂરતા મળેલી છે. પહેલાં રામરૂપી સરલ અક્ષર શીખી લો, જેમાં દયા, વત્સલતા, પ્રેમભાવ છે એવા રામ સરલ પરમેશ્વર છે, તે તરત જ પકડમાં આવી જશે. રાવણમાં રહેનાર પરમેશ્વરને સમજવામાં જરા વાર લાગશે. સજ્જનોમાં પહેલાં પરમાત્માને જોઈને, પછી દુર્જનોમાં પણ તેને જોવાનો અભ્યાસ કરવો જોઇએ. સમુદ્રસ્થિત વિશાળ પરમેશ્વર જ પાણીના બુંદમાં છે. રામચંદ્રની અંદરના પરમેશ્વર જ રાવણમાં છે, જે સ્થૂલમાં છે, તે સૂક્ષ્મમાં પણ છે, જે સરલમાં છે તે કઠિનમાં પણ છે. પહેલાં માનવની સૌમ્યતમ પાવન મૂર્તિઓમાં પરમાત્માના દર્શન કરતાં શીખો, પછી ધીમે ધીમે સર્વત્ર પ્રભુમુય દેખાશે. સ્થૂળ અને સૂક્ષ્ણ, સરલ અને મિશ્ર, સરલ અક્ષર અને સંયુક્તાક્ષર બધું શીખો અને અંતમાં એ અનુભવ કરો કે, પરમેશ્વર વિના એક પણ સ્થાન નથી. અણુઅણુમાં પણ તે જ છે. ક્રીડીથી માંડીને આખાયે બ્રહ્માંડ સુધી સર્વત્ર પરમાત્માથી જ વ્યાપ્ત છે. બધાંની સરખી ચિંતા રાખનાર કૃપાળુ, જ્ઞાનમૂર્તિ, વત્સલ, સમર્થ, પાવન, સુંદર, પરમાત્મા આપણી ચારે બાજુએ સર્વત્ર સ્થિત છે. જે વિરાટ પ્રદર્શિની અધ્યાય દશમા વર્ણવી તે નજરે બતાવવા અગિયારમો અધ્યાય છે. વિરાટ સ્વરૂપમાં છે તે નાની એવી મૂર્તિમાં પણ છે. જ્ઞાનથી મનનો સ્થૂળ મલ ભસ્મ થાય, સૂક્ષ્મ મલ તેથી ન જાય. સ્વાવલંબન વિચાર, વિવેક, અભ્યાસ, વૈરાગ્ય એ સર્વ સાધન લઈએ તોપણ મનનો સૂક્ષ્મ મલ ન જાય. ભક્તિરૂપી પાણીની સહાયતા વિના મનનો મેલ ધોવાતો નથી. આમ હોઇને બારમો અધ્યાય ભક્તિયોગ છે. આ દેહમાં જે જ્ઞાન ઉત્પન્ન થશે તેની શક્તિ મર્યાદિત જ રહેશે. જો શુદ્ધ જ્ઞાનનો ઉદય થઇ ગયો તો તેનાથી બધો મેલ ભસ્મ થી જશે, એમા તલમાત્ર પણ શંકા નથી ચિત્ત સહિત સર્વ મળોને ભસ્મ કરી દેવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે; પરંતુ આ વિકારવાન દેહમાં જ્ઞાનનું બળ ઓછું પડે છે. તેથી તેના દ્વારા સૂક્ષ્મ મળોનું મટવું શક્ય નથી. આથી ભક્તિનો આશ્રય લીધા વિના સૂક્ષ્મ મળો નિર્મૂળ નથી કરી શકાતા. આથી ભક્તિમાં મનુષ્ય અધિક સુરક્ષિત છે. સગુણ ભક્તિ સુલભ છે. તેમાં પરમેશ્વરાલંબન છે, નિર્ગુણમાં સ્વાવલંબન છે, એટલે કે તેમાં પોતાના અંતસ્થ પરમેશ્વરનો આધાર છે. હિંદુ, ઇસાઇ, ઇસ્લામ વગેરે સર્વ ધર્મોમાં કોઇ ને કોઇ રૂપમાં મૂર્તિપૂજા પ્રચલિત છે. ભલે તે નીચલા દરજ્જાની માની ગઈ હોય, પરંતુ તે માન્ય છે, મહાન છે. સગુણ સુલભ અને સુરક્ષિત છે, પંરતુ સગુણને નિર્ગુણની આવશ્યકતા છે. સગુણની વૃદ્ધિ થઈને તેમાં નિર્ગુણરૂપી, તત્ત્વનિષ્ઠારૂપી ફૂલની બહાર આવવી જોઇએ. નિર્ગુણ સગુણ પરસ્પર પૂરક છે, વિરુદ્ધ નહિ. સગુણથી નિર્ગુણ સુધીની મજલ નક્કી કરવી જોઇએ અને નિર્ગુણને પણ ચિત્તનો સૂક્ષ્મ મેલ ધોવાને માટે સગુણની આર્દ્રતા જોઇએ. બંનેની એકબીજાથી શોભા છે. ગીતા એક જીવનઉપયોગી શાસ્ત્ર છે અને તેથી તેમાં સ્વધર્મ ઉપર જોર દેવામાં આવેલ છે. મનુષ્યના જીવનનો મુખ્ય પાયો જો કોઈ હોય તો તે સ્વધર્માચરણ જ છે. આ પાયો જેટલો મજબૂત હશે તેટલી જ વધારે ઇમારત ટકી શકશે. આ સ્વધર્માચરણને ગીતામાં કર્મ કહેલ છે. આસક્તિ વગરનું કર્મ ગીતાનું ધ્યેય છે. દેહને અલગ કરી આત્માની પૂજા કરવી જોઇએ. આ પૃથક્કરણ ૧૩માં અધ્યાયમાં દીધું છે. આ દેહ ભગવાનના ઘરની ખેતી કરવાનું એક ઓજાર છે. આ ઓજાર જો ખરાબ થઈ જાય તો તેને અવશ્ય સુધારવું જોઇએ. આ દેહ એક સાધનના રૂપમાં પ્રસ્તુત છે. આથી આ દેહથી પોતને જુદો રાખીને દોષોથી મુક્ત થવાના પ્રયત્ન આપણે કરવા જોઇએ. મનુષ્ય શરીરશૃંગારમાં પડી ગયો અને મનને શૃંગારવું, બુદ્ધિને વિકસાવવી, હૃદયને સુંદર બનાવવું એક બાજુ રહી ગયું. તું દેહ નહિ આત્મા છે તત્ત્વમસિ એટલે તે આત્મરૂપ તું જ છો. આ ઘણો મોટો પવિત્ર ઉદ્ગાર છે, પાવન અને ઉદાત્ત ઉચ્ચાર છે. જ્યાંસુધી દેહસ્થિત આત્માનો વિચાર મનમાં નથી આવતો, ત્યાંસુધી મનુષ્ય સાધારણ ક્રિયાઓમાં તલ્લીન રહે છે. ખાવું, પીવું, ઊંઘવું, વગેરેથી અધિક તે કાંઈ જાણતો નથી. અને તેની પ્રાપ્તિનો લોભ જ તે મનમાં રાખે છે. આ સમય સુધી આત્મા માત્ર માની જેમ બધી ક્રિયાઓને દેખતો રહે છે. આ સ્થિતિને ઉપદ્રષ્ટા અથવા સાક્ષીરૂપે બધું જોનાર કહેલ છે. આ અવસ્થામાં આત્મા જુએ છે, પરંતુ હજી તે સંમતિ, સ્વીકૃતિ આપતો નથી. જ્યારથી જીવ સ્વચ્છંદતા છોડી સંયમી થાય છે, પશુજીવન છોડે છે, આત્મસમો વિચાર કરે છે ત્યારે તે અનુમંતા થાય છે. આ પછીની ભૂમિકામાં મનુષ્ય કર્તવ્યકર્મ દ્વારા પોતાના મનના તમામ મેલને ધોવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક સમય એવો આવે છે કે, એમ કરતાં કરતાં તે થાકવા માંડે છે. ત્યારે જીવ અધિક બળની પ્રાર્થના કરે છે. પોતાની બધી શક્તિ લગાવવા છતાં તે પૂરી ન લાગવાથી આર્તભાવથી દ્રૌપદીની જેમ પરમાત્માને પોકારે છે. પરમાત્મા અધિક નજીક આવે છે. તે ઉપદ્રષ્ટા, અનુમંતા નહિ રહેતાં ભર્તા એટલે બધી રીતે સહાયક થાય છે. ત્યાર પછી શ્રેણી છે તેમાં પરમેશ્વરના કૃપાપ્રસાદથી કર્મનું જે ફળ મળ્યું તેને પણ પોતે નહિ લેતાં ઈશ્વરને અર્પણ કરી દે છે. ત્યારે પરમાત્મા ભોક્તા થઈ જાય છે. પ્રભુ એ વખતે શરીરમાં રહીને બધાં કર્મ ભોગવે છે ને તેને કર્મબંધનથી મુક્ત કરે છે. ત્યાર પછી અર્પણ કરવાનો સંકલ્પ પણ છોડી દેવાનો છે. કર્મ કરનાર પરમેશ્વર, ફળ ભોગવનાર પરમેશ્વર. કર્મના સંકલ્પ કરનાર પણ પરમેશ્વ થવા દો. એવી રીતે કર્મના આદિ, મધ્ય અને અંતમાં સર્વત્ર પ્રભુ. આમ પરમાત્મા જીવના મહેશ્વર બને છે. આત્મા પરમાત્મા એક થાય છે. ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયનો પૂરક છે. આત્મા સ્વયંપૂર્ણ છે તેની ગતિ સ્વત: ઊર્ધ્વગામી છે; પણ તેની સાથે શરીરનો બોજ હોય તો નીચે ખેંચાય છે. દેહરૂપી બેડી છે, તેને છૂટી પાડવી. તેને જીતી લેવી. દેહ જિતાય તો વિશ્વસમ્રાટ થવાય. ચૌદમા અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે. આત્માને દેહથી જુદો પાડવા માટે વિવેક અને નિગ્રહની જરૂર છે. પ્રકૃતિમાં ત્રણ ગુણો છે: સત્ત્વ, રજ ને તમ. બધે આ ત્રણ ગુણો ભરેલા છે, ક્યાંય ઓછા તો ક્યાંય વધુ, એટલો જ ફરક છે. તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેનાથી નિદ્રા ને પ્રમાદ જન્મે છે. આ ત્રણ વાત જીતી લીધી એટલે તમોગુણને જીતી લીધો સમજો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તેનું પ્રધાન લક્ષણ છે: નાનાં પ્રકારનાં કામ કરવાની લાલસા, કર્મ કરવાની અપાર આસક્તિ. રજોગુણી મનુષ્યમાં સ્થિરતા રહેતી નથી. રજોગુણી તત્કાલ ફલ ચાહે છે. ગીતાનો કર્મયોગ રજોગુણનો રામબાણ ઉપાય છે, જ્યારે આપણે સ્વધર્મમાં મગ્ન રહેવું એ રજોગુણને વશીભૂત કરવાની રીત છે. સત્ત્વગુણનું અભિમાન આવે છે ત્યારે તે આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપથી નીચે ખેંચી જાય છે. સત્ત્વ ગુણ ઉપર વિજય મેળવવાનો અર્થ છે: તેના પ્રતિ આપણું અભિમાન, આપણી આસક્તિ ટળી જાય. પંદરમા અધ્યાયમા સર્વ વિચરોની પરિપૂર્ણતા થઈ ગઈ છે. સોળ, સત્તર અધ્યાય પરિશિષ્ટરૂપ છે અને અઢારમો અધ્યાય ઉપસંહાર છે. આ અધ્યાયમાં પરમાર્થ પૂરો થઈ ગયો, વેદોનો સાર સાર તેમાં આવી ગયો. ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી ભિન્ન નથી, એ સૂચિત કરવા સંસારની એક મહાન વૃક્ષ સાથે ઉપમા આપી છે. ત્રિગુણોથી પોષિત તેની પ્રચંડ શાખાઓ છે. અનાસક્તિ અને વૈરાગ્યરૂપી શસ્ત્રોથી તેને કાપવું જોઇએ. પ્રયત્નમાં જ્યારે આત્મજ્ઞાન અને ભક્તિ મળે તો પૂર્ણતા આવે. ભક્તિ પ્રયત્નમાર્ગનો એક ભાગ છે. આત્મજ્ઞાન વિના ત્રિગુણની પાર ન જવાય. ગીતા ચાહે છે કે, આપણી પ્રત્યેક કૃતિ ભક્તિમય થઈ જાય. સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનો સંઘર્ષ બતાવેલો છે. આ અધ્યાયમાં અભયને પ્રથમ સ્થાન અપાયું છે. અહીં કુલ છવ્વીશ ગુણ બતાવ્યા છે, તેમાંથી પ્રથમ નિર્ભયતા અને છેલ્લે નમ્રતા રાખી વચ્ચે ચોવીશ ગુણો રાખ્યા છે. ભૂતદયા, માર્દવ, ક્ષમા, શાંતિ, અક્રોધ, અહિંસા, અદ્રોહ એ બધાં અહિંસાનાં બીજા નામ છે. અહિંસા અને સત્ય એ બે ગુણોમાં બધા સદ્ગુણો સમાઈ જાય છે. આસુરી સંપત્તિનું વર્ણન એટલા માટે કર્યું છે કે, આપણે તેથી દૂર રહીએ. કામક્રોધથી વિમુક્ત થઈને આત્માનો વિકાસ કરવો. લોભ એક જ ભયંકર દુર્ગુણ છે. નિત્યકાર્યક્રમની વિગત સત્તરમા અધ્યાયમાં છે. સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણેનું કાર્ય સારી રીતે ચાલે એવી રીતે વ્યવહાર કરવો એ આપણું કર્તવ્ય છે. એ ત્રણેયની હાનિ યજ્ઞ, દાન અને તપરૂપી સાધનોથી પૂરી કરવી એ આપણો ધર્મ છે. યજ્ઞ, દાન અને તપને આપણે અહીં જુદાં જુદાં માનેલ છે, પરંતુ તેમ નથી. એ ત્રણે મળીને એક ભવ્ય સૃષ્ટિસંસ્થા બને છે. એટલા માટે આપણે જો ઉત્પાદક શ્રમ કરીશું, દાન દેશું, તપ કરીશું, એ સર્વને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. ગીતાએ યજ્ઞના અર્થને વિશાળ બનાવી દીધો છે. ઈશ્વરાર્પણબુદ્ધિ સેવા વિના આવી શક્તી નથી. આહાર પણ એક યજ્ઞાંગ જ છે. આહારશુદ્ધિથી ચિત્ત શુદ્ધ રહેશે. ગીતા ચિત્તશુદ્ધિપૂર્વક યજ્ઞ, દાન, તપની ક્રિયાનું વિધાન બતાવે છે. એવાં કર્મોથી વ્યક્તિ અને સમાજ બંનેનું કલ્યાણ થશે. ગીતાએ ૐ તત્ સત્ વૈદિક નામ લઇને આપણી બધી ક્રિયાઓને ઈશ્વરાર્પણ કરવા શીખવ્યું છે. ૐનો અર્થ છે સાતત્ય, તત્ નો અર્થ છે અલિપ્તાતા અને સત્ નો અર્થ છે સાત્ત્વિક્તા. એ ત્રણે આપણી સાધનમાં હોવાં જોઇએ. કર્મનો ત્યાગ નહિ, પણ કર્મફલનો ત્યાગ કરવાનું ગીતામાં કહ્યું છે. ફલત્યાગ એ કર્મની કસોટી છે. કામ્યકર્મ તજીને સાત્ત્વિક કર્મ અનાસક્તિથી અહંકાર છોડીને કરવાં. સાત્ત્વિક કર્મ પણ સદોષ હોય છે. જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા કમી થશે. તીવ્રતાથી સૌમ્ય, સૌમ્યથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી શૂન્ય થતી જશે. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ, સ્વકાલીન ધર્મનો સમાસ થાય છે. એ ત્રણે બનીને સ્વધર્મ થાય છે. સ્વધર્મના બે ભાગ છે: (૧) બદલાય અને (૨) ન બદલાય. વર્ણધર્મ ન બદલાય, સ્વધર્મ બદલાય. ભક્ત કહે છે કે, મારે તમારી ભક્તિ જોઇએ છીએ, મોક્ષ નહિ. હું શવ નહિ શિવ છું, એવી ભાવના કરતાં રહેવું. દેહના લેપથી લેશમાત્ર લિપ્ત ન થવું. વિનોબાજી કહે છે કે: ગીતામાં પ્રાકૃતિક, નૈતિક અને સાધનિક એમ ત્રણ પ્રકારનાં વિવેચન મળે છે. એમણે પ્રાકૃતિક વિચારને છોડી દઈને ઉપર મુજબ જે વિચારો તેના પ્રવચનમાં પ્રસંગોપાત આપેલ છે તે અહીં મુખ્યત: સાર રૂપે ઉદ્ધૃત કરેલ છે.




ગીતાનો આચાર અંગેનો અભિગમ     ૭
ગીતામાં જ્ઞાન યોગ,ભક્તિમાર્ગ,કર્મ યોગ અને પતંજલિ યોગના તત્વોની ચર્ચા કરવામાં આવેલ છે ,કોઈ એક માર્ગને વધુ મહત્વ આપવામાં આવેલ જોવા મળતું નથી પણ તમામ માર્ગના સારા ને ઉત્તમ તત્વોનો સમન્વય કરવામાં આવેલ છે, આમ ગીતાએ કર્મ અને જ્ઞાનનો સંમન્વય,જ્ઞાન અને ભક્તિનો  સમન્વય અને  કર્મ અને ભક્તિનો સમન્વય કરેલો જોઈ શકાય છે, આમ ગીતા સમન્વય વાદી  છે.
ગીતા અપણને સ્પષ્ટ કહે છે કે આપણું મન જ આપણા કર્મના બંધનનું કારણ છે,જ્યારે મન આસક્ત હોય છે મોહમાં હોય છે,આસંગી હોય છે.આસક્ત હોય છે,અશુધ્ધ હોય છે  , ત્યારે તે બંધનું કારણ બને છે, અને જ્યારે મન પોતે જ નીર્વીશયી ,એટલે કે નિષ્કામ અને ની:સંગ ,અને અલિપ્ત હોય છે,શુદ્ધ હોય છે,  ત્યારે તે મોક્ષનું કારણ બને છે, આજ મોક્ષનો પાયાનો સિધ્ધાંત છે,આના ઉપરજ મોક્ષનો આધાર છે,.આ પ્રમાણે ગીતા એ માણસની શુદ્ધ બુદ્ધિને જ પ્રાધાન્ય આપેલ છે ,આમ ગીતાએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈને આપણી બુદ્ધિને શુદ્ધ અને સામ્ય વસ્થા વાળી કેવી રીતે કરવી તે જ વાત ગીતાંની પાયાની છે,ટુકમાં બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત એટલે પછી બ્રહ્મ જ્ઞાની માણસ કર્મ કરતો જ રહે તો પણ તેને કર્મ બંધન રૂપ થતું જ નથી.અને કર્મનો ક્ષય થાય ,
મુક્તિ એટલે પ્રકૃતિના તમામ કાર્યોથી મુક્ત પોતાના યથાર્થ સ્વ સ્વરૂપને જાણવું સાંખ્ય માને છે, કે મુક્તિ માટે કોઈપણ પ્રકારનું કર્મ આવશ્યક નથી, જ્યારે યોગ સ્પષ્ટ માને છે, કે કર્મને ચિત્ત શુદ્ધિ માટે પ્રારંભિક અવસ્થાએ કર્મને જરૂરી ગણાવે છે, ,ટુકમાં સાખ્યનો પ્રારંભ જ્ઞાનથી અને યોગનો પ્રારંભ  કર્મથી થાય છે આમ સાખ્ય અને યોગ  બંનેનું લક્ષ મોક્ષ પ્રાપ્તિનું જ હોવાથી તેમની વચ્ચે ગીતાએ સમન્વય કરેલ છે,
ગીતા સ્પષ્ટ કહે છે કે ધરબાર છોડી પોતાના બેરા છોકરાને રેઢા મુકીને કર્મો છોડીને અથવા સાવ જ અક્રિય રહીને કોઈ પણ જાતનું કર્મ જ ન કરવા માત્ર સ્વસ્થ બેસી રહેવાથી કર્મનો ક્ષય થતો જ નથી.તે ખરે ખર  તે સંન્યાસ નથી, પણ તે તો દંભ છે,બનાવટ છે, આમાં બંધન તો ચાલુ જ રહે છે.કારણ કે તે કોઈને કોઈ પદાર્થમાં તે નિરંતર  આસક્ત હોય જ છે, પછી પોતાના ધર્મમાં હોય  કે પોતાના વેશમાં કે પોતાના તિલકમાં કે પોતાની  કંઠી કે પોતાની લંગોટીમાં એમાં ક્યાય ફેર પડતો નથી ટુકમાં આસક્તિ આવી ત્યાં મોક્ષ નથી જ, પછી મારો ધર્મ સારો એવું માનનારને પણ  મોક્ષ મળે જ નહી, એમ ગીતા સ્પષ્ટ કહે છે.કોઇપણ વસ્તુ પદાર્થમાં મન આસક્ત હોય એટલે મોક્ષ નથી ,પછી મનમાં મને મોક્ષ મળે તો સારું એવો ભાવ પણ જો મરણ સમયે હાજર  હોય તો પણ મોક્ષ અસંભવ, આ છે મોક્ષની પ્રાપ્તિનો  મૂળભૂત પાયો અને આજ  વેજ્ઞાનિક સત્ય છે, .જ્યાં સુધી વિચાર છે, ત્યાં સુધી તનાવ છે, તનાવ એટલે જ ચિંતા છે. દુખ છે,આમ કોઈપણ જાતનો વિચાર મનમાં છે .ત્યાં સુધી મુક્તિ શક્ય જ નથી મુક્તિનો અર્થ જ વિચાર શૂન્યતા છે,એટલે પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા છે, એ જ મોક્ષની સ્થિતિ છે , મોક્ષ બહારથી ક્યાયથી મેળવવાનો નથી અંદરથી જ પ્રાપ્ત કરવાનો છે, પરમતત્વ પણ અંદર જ છે, તેમાં લીન થવું એજ મોક્ષ છે., દ્વેતમાંથી અદ્વેતમાં સ્થિર થવું એજ મોક્ષ છે., ,
જે માણસ પોતાની ઇન્દ્રીઓનો  સપૂર્ણ નિગ્રહ કરીને પોતાની બુદ્ધિન,મન અને વાસના  શુદ્ધ અને સ્થિર કરીને  સૃષ્ટિ ક્રમ પ્રમાણે પોતાને પ્રાપ્ત થયેલું કર્મ પોતાનું  કર્તવ્ય સમજી  નિષ્કામ બુદ્ધીથી, ફ્લાષા છોડીને, અનાસક્ત ભાવમાં,,અસંગ ભાવમાં, કર્તૃત્વ રહિત ભાવનામાં સ્થિર થઈને  જેમણે પોતાના અંગત કે બાહ્ય સ્વાર્થને પૂરે પૂરી તિલાંજલી આપી છે,અને જગતમાં  પોતાનું કાઈ જ નથી, બધું પરમતત્વ પરમાત્માનું છે, શુદ્ધ  બુદ્ધિથી શાંત પણામાં સ્થિર થઈને કર્મ કર્યા જ કરે છે, તે જ ખરો વિરક્ત સંન્યાસી છે, આવો માણસ જ સ્થિત પ્રજ્ઞ અને બ્રહ્મ પદને પ્રાપ્ત થાય  છે, આમ સંન્યાસ એ મનનો ભાવ છે,મનનો ધર્મ છે,  એમ ગીતા કહે છે, તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કારણ કે આવા માણસના મનમાં કાઈ પણ વસ્તુ વિચાર  સંગ્રહાયેલ નથી,પુરેપુરી  શુદ્ધતા પ્રાપ્ત કરેલ છે,તેજ મોક્ષનો અધિકારી છે,અને તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે ,.
કોઈ પણ  માણસ કદાચ કોઈ વ્યવહારિક કર્મ ન કરતા સંન્યાસ લઇ ભગવા ધારણ કરી કોઈ વનમાં,કોઈ ટ્રસ્ટમાં, કોઈ મંદિરમાં, કે અન્ય જગ્યાએ બેસે આવી  રીતે જીવનના વ્યવહારિક કર્મ છોડવાથી જ આવા માણસના કર્મનો ક્ષય થતો જ નથી, એટલે કે માત્ર જીવનનાં  વ્યવહારિક  કર્મ છોડવાથી તેના કર્મનો ક્ષય થાય છે ને મુક્તિ મળે છે, એમ માનવું એજ ભૂલ ભરેલું છે, ને અજ્ઞાન છે.,આવા માણસને કોઈ કાળે મોક્ષ મળેજ નહી તે વાત બરાબર સમજી લેવા જેવી છે ,,  .
કર્મ કરો અથવા ન કરો પણ કર્મનો ક્ષય તો માણસની બુદ્ધિની સમતા ,સમત્વ , સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે, કર્મ છોડવાથી અથવા કર્મ ન  કરવાથી કર્મનો ક્ષય થતો નથી ,આ વાત જ ગીતાની પાયાની  છે, વેજ્ઞાનિક છે ,કારણ કે મોક્ષનો આખો સબંધ મન સાથે જ છે  ,એટલે જ ગીતા કહે છે કે જ્ઞાની માણસને બ્રહ્માર્પણ  બુધ્ધીથી અથવા આસક્તિ છોડીને શુધ્ધ બુદ્ધિ ,શુધ્ધ, શુદ્ધ મન ,અને શુદ્ધ વાસના કરીને  કર્મ કરનારા માણસને કર્મનો લેપ લાગતો જ નથી એટલેકે કર્મ બંધન થતું નથી,તે જ મોક્ષને પામે છે ગીતાએ સ્પષ્ટ કહ્યું છે કે એક માણસ આખી જીદગી દુરા ચારી કરી હોય ને છેલ્લે જો તે અનન્ય ભાવથી એટલે કે પોતાનું ,મન,બુદ્ધિ અને વાસના પરમ તત્વ પરમાત્મામાં પૂરે પુરી રીતે  લીન કરી દેતો તે માણસ મોક્ષનો અધિકારી બને છે,આવો માણસ  અનન્યભાવ પામેલો છે ,એટલે કે પરમાત્મામાં જેની ચિત્ત વૃતિનો પૂર્ણ પણે. પુરેપુરી રીતે લય કરેલ છે,આથી જ  માણસ મોક્ષ પામે છે..આનો સ્પષ્ટ અર્થ એમ થયો કે પોતાની ચિત્તવૃતિને બીજામાં રાખીને મોઢેથી રામ રામ પોકારવાથી કે અલ્લા અલ્લા કે ઈશુ ઈશુ કે ભગવાન ભગવાન પોકારવાથી કે નોટો માં ભગવાના નામો લખવાથી કે બાહ્ય રીતે પૂજા આરતી કે  થાળો ધરવાથી કાઈ પરિણામ આવે જ નહી તે તો માણસની ધેલછા જ છે, એક નંબરની મુર્ખામી જ છે,તે શાંતિ કે સુખ પણ આપી શકે નહી તે હકીકત છે.સત્ય બીના છે.આવા બધાજ બાહ્ય આચારોથી કાઈ ફાયદો નથી ,પરમ તત્વ પરમાત્માના આંતરિક જ્ઞાનનો મહીમા જ એવો છે, કે તે થતાની સાથે જ સમસ્ત સંચિત કર્મોનો ક્ષય થાય છે, ,તેજ તેની વિશેશતા છે, આ અવસ્થા જ આપણા જીવન સંગ્રામમાં માંટે ઉત્તમોત્તમ છે, પણ આવી ને આવી અવસ્થા મરણ સમયે કાયમ રહેવી જ જોઈએ, અથવા જો પહેલા આ અવસ્થા પ્રાપ્ત ન હોય  તો પણ મરણ સમયે આ અવસ્થા પ્રાપ્ત કરેલી હોય તો  મોક્ષ પ્રાપ્ત થાય છે,એટલે આવી માનસિક અવસ્થાની  જ મોક્ષ્ માટે આવશ્યકતા છે, જો મરણ સમયે કાઈક વાસના ,કામના,ઇચ્છા ,અપેક્ષા ,તૃષ્ણા સહેજ પણ મનમાં બાકી રહી ગઈ તો પુનર્જન્મ છે, છે, ને છે જ. આમ અશુધ્ધ મન  પુનર્જન્મ ટળી શકતું  જ નથી, ને મોક્ષ અસંભવ, આ છે ગીતાનો સ્પષ્ટ વિચાર. ,ટુકમાં માણસે શુદ્ધ  બુદ્ધિ ,શુધ્ધ મન અને શુદ્ધ વાસના કરીને જીવન જીવવું જોઈએ,  આવું કરવા માટે જીવનમાં કમાવું નહી તેવું કહેવાનો ગીતાનો ઈરાદો  નથી જરૂર કમાવ પણ સત્યના રસ્તે કમાવ અને મેળવેલી વસ્તુ પદાર્થ  માત્રને માત્ર ઉપયોગ કર્યા જ કરો માત્રને માત્ર ઉપભોગથી દુર રહો , જીવનમાં ઉપયોગ સુખ શાંતિ પ્રદાન કરે છે, ને ઉપભોગ દુખ ચિંતા તણાવ પેદા કરે છે, માટે તેનાથી અલિપ્ત રહો, આમાં માત્રને માત્ર અંતરનો ભાવ જ બદલવાનો છે ,બીજું કાઈ જ નહી ,
ટુકમાં ગીતા સ્પષ્ટ કરે છે કે જ્ઞાને કરીને અને વેરાગ્યથી કર્મનો ક્ષય થયા વિના મોક્ષ છે,જ નહી એમ ઉપનીશદના જ્ઞાન કાંડમાં સ્પષ્ટ કહેલ ,છે એટલે આ બે સિધ્ધાંત  એકત્ર કરીને  ગીતાએ સ્પષ્ટ કહ્યું કે સર્વ કર્મ જ્ઞાનથી એટલે ફળની આશા  છોડીને  નિષ્કામ બુદ્ધિથી  એટલે વેરાગ્યથી કરવા જોઈએ ,ફળ ત્યાગ એટલે આશા અપેક્ષા ,તૃષ્ણા ,રાગ દ્વેષ અને અહંકાર વગેરેથી મુક્ત થવું તેનું નામ ફ્લાષા છોડવી છે,, આમ સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી એજ  ફલાષા છોડવાનો અર્થ છે, ટુકમાં જયારે માણસ યોગની સાધના દ્વારા પોતાનું ચિત્ત સો ટકા પરમ તત્વ પરમાત્મામાં લીન કરી દે છે, ને પોતે સાવ જ નીર વિચારમાં સ્થિર થાય છે ત્યારે જ મોક્ષ સંભવે છે ,ટુકમાં જ્યાં એક ટકાના સોમા ભાગ જેટલી પણ મનમાં આસક્તિ હોવી કે વિચાર હોવો તે મોક્ષનો અધિકારી નથી ,નથી ને નથી જ..
સામાન્ય રીતે મુક્તિ અથવા મોક્ષની હકીકત આપણે ત્યાં બે રીતે શાસ્ત્રો તરફથી સ્વીકારવામાં આવેલ છે. પહેલી પદ્ધતિ છે .સંદેહ અવસ્થામાં સિદ્ધ થનાર જેને જીવન મુક્તિ કહેવામાં આવેલ છે ,અને બીજી હંમેશને માટે દેહ ધારણ થી મુક્ત થવાની એટલેકે  વિદેહ અવસ્થામાં હોય તે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ એ દેહ ધારી આત્મામાં સિદ્ધ થયેલ રાગ દ્વેષ,અહંકાર,મોહ મમતા ઈચ્છા,વગેરેથી સર્વથા  સર્વ રીતે સંપૂર્ણ પણે નિવૃત્તિ છે. ,એવો જીવન  મુક્ત  દેહ સબંધ હોવાને કારણે શક્ય અને આવશ્યક હોય તેવી અને તેટલી પ્રવૃત્તિ કરે છે, છતાં રાગ દ્વેષ વગેરે  જન્ય વૃત્તિઓ અને અજ્ઞાનનો લેશ પણ સ્પર્શ નહોવાથી  તે બંધાતો નથી, એમ માનવામાં આવે છે ,એની સમગ્ર પ્રવૃત્તિ  સાહજિક રીતે જ  કલ્યાણ કારી બની રહે છે ,અને શેષ  આયુષ્યનો પરિપાક થતાજ તે વિદેહ મુક્ત  બને છે ,આવા જીવ મુક્ત ને જેન પરંપરામાં  કેવળી રૂપે વર્ણવે છે ,અને બુદ્ધ પરંપરામાં લોકોત્તર સત્વ રૂપે ઓળખાવે છે ,જ્યારે ન્યાય અને યોગ પરંપરામાં આવા જીવ મુક્તનું  અસ્તિત્વ સ્વીકારવામાં આવેલ છે ,અને તેને ચરમદેહ ,કેવલી કુશળ  વગેરે વિશેષણોથી  ઓળખવામાં આવે છે ,સામાન્ય રીતે રામાનુજ વગેરે વૈષ્ણવ પરંપરા સિવાય બધી જ આધ્યાત્મિક પરંપરાઓમાં જીવન મુક્તનું અસ્તિત્વ માન્ય રાખવામાં આવેલ છે ,વિદેહ મુક્ત થાય  ત્યારે જીવાત્મા નું  સ્વરૂપ અને તેની સ્થિતિ કેવા હોય છે, એ વિષે કરવામાં આવેલી કલ્પનાઓમાં ધણો બધો વિરોધા ભાસ જોવા મળે છે, , આ બધા સાથે ગીતા સંમત નથી ,એમ સ્પષ્ટ પણે લાગે છે,  એટલું સત્ય છે, કે શાસ્ત્રો લખનારાએ કોઈ અનુભૂતિ કરી હોતી નથી, માટે તેમાં સત્ય  સો ટકા હાજર  હોય શકે જ નહી ,માટે તેમાં સત્યનો રણકાર જોવા મળતો જ નથી ,માટે જ ભારો ભાર વિસંવાદિતા જોવા મળે છે, ક્યાંય સત્ય હોતું જ નથી,જેમાં અનુભૂતિનો રણકાર હોય તેજ સત્ય હોઈ શકે ,માત્ર શાસ્ત્રો ભરોસા પાત્ર ગણીશ કાય જ નહી, કારણકે તેમાં અનુભૂતિ હોતી જ નથી.અને અનુભૂતિ વિના કદી  સત્ય પ્રાપ્ત થઇ શકે જ નહી, તે જગતનો શાશ્વત નિયમ છે.
માણસના મનમાં  આસક્તિ મોહ,મમતા,રાગદ્વેષ અહંકાર સહેજ પણ હોવો  એજ બંધન છે, ,અને આનું નામ અજ્ઞાન છે ,અવિદ્યા છે આ અજ્ઞાનનો અને અવિદ્યાનો અંત લાવવો  મોક્ષ માંટે જરૂરી છે મોક્ષએ કોઈ નવી  પ્રાપ્ત કરવાની અવસ્થા નથી પણ આપણા આત્માનું સહજ સ્વરૂપ છે, આત્માને જાણો  તેમાં સ્થિર થાવ એનું નામ આત્મ જ્ઞાન છે, મોક્ષ એટલે પરમતત્વ પરમાત્મા સાથે અભેદતાની અવસ્થા આ સ્થિતિ માટે જુદા જુદા શબ્દો શાસ્ત્રો દ્વારા કહેવાયા છે ,જેમાં બ્રાહ્મી સ્થિતિ ,નેશ્કરમ્ય ,નીસ્ત્રેગુન્ય .કેવલ્ય બ્રહ્મ ભાવ, બ્રમેક્ય, વગેરે નામોથી મોક્ષને નવાજ વામાં આવેલ છે. .
ટુકમાં મોક્ષ એટલે મનની નીર્વીચારતાંની અવસ્થા જેમાં ઈચ્છા રહિતતા અમનની સ્થિતિ પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા એનું નામ મોક્ષ છે. આ અવસ્થા માત્રને માત્ર ધ્યાન યોગની સાધના દ્વારાજ  પ્રાપ્ત થાય છે ,તે સિવાય કોઈ રસ્તો જ નથી, ચાલો આપણે ધ્યાન યોગની સાધનામાં ઉતરી  અમનની સ્થિતિ પ્રાપ્ત કરીએ.,ને શુદ્ધતા અને શૂન્યતા પ્રાપ્ત કરીએ,