कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें

कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें यहाँ प्रस्तुत है विभिन्न Nukh व गोत्रों की कुलदेवी और कुलदेवता की सूची का विवरण तथा सम्बन्धित विविध लेख। इन लेखों से आप अपने NUKH -गोत्रों के इतिहास,कुलदेवी और कुलदेवता इत्यादि के बारे में जानकारी प्राप्त कर सकते हैं। यदि आप अपने समाज से सम्बंधित कोई लेख इस ब्लॉग में जोड़ना चाहते हैं तो आपका लेख इस लिंक पर भेज सकते हैं अन्य NUKH - गोत्रों की कुलदेवियों की सूची...को भी जोड़ने का क्रम जारी है। यदि आप अपने कुलदेवी और कुलदेवता के बारे में कोई जानकारी देना चाहते हैं तो कृपया अपना लेख ऊपर दिए गए E- MAIL - bhatiacommunity@gmail.com पर सबमिट करें

Tuesday, October 17, 2017

એક જ ગોત્રના યુવક-યુવતીએ ન કરવા જોઈએ લગ્ન, જાણો શું છે કારણ

એક જ ગોત્રના યુવક-યુવતીએ ન કરવા જોઈએ લગ્ન, જાણો શું છે કારણ


ગોત્ર શબ્દનો અર્થ થાય છે વંશ, કુળ. ગોત્ર પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિને તેના મૂળ પ્રાચીનતમ વ્યક્તિ સાથે જોડવાનો છે. ઉદાહરણ માટે જો કોઈ વ્યક્તિ કહે કે તેનું ગોત્ર ભારદ્વાજ છે તો તેનો અર્થ થાય છે કે તેની પેઢી વૈદિક ઋષિ ભારદ્વાજથી શરૂ થઈ હતી અથવા એવું સમજી લેવું કે તે વ્યક્તિ ઋષિ ભારદ્વાજની પેઢીમાં જન્મેલો છે. તમે એક જ ગોત્રમાં લગ્ન સાથે જોડાયેલા વિવાદ વિશે તો સાંભળ્યું જ હશે. ચાલો જોઈએ પુરાણોમાં આ વિશે શું જણાવવામાં આવ્યું છે.
વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગોતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ – આ સપ્તઋષિઓ અને આઠમા ઋષિ અગસ્તિની સંતાન ‘ગોત્ર’ કહેવાય છે. બ્રાહ્મણોના લગ્નમાં ગોત્રનું એક ખૂબ મોટું અને મહત્વપૂર્ણ સ્થાન છે. પુરાણો તથા સ્મૃતિ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ કન્યા સંગોત્ર હોય, પરંતુ જો કન્યા સંગોત્ર હોય પરંતુ સપ્રવર ન હોય અથવા સપ્રવર હોય પરંતુ સંગોત્ર ન હોય તો એવી કન્યા સાથે લગ્નની પરવાનગી આપવામાં ન આવી જોઈએ.
એટલે જે વ્યક્તિનો ગોત્ર ભારદ્વાજ છે, તેના પૂર્વજ ઋષિ ભારદ્વાજ હતા અને તે વ્યક્તિ આ ઋષિના વંશજ છે. આગળ જતા ગોત્રનો સંબંધ ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયો અને લગ્ન કરતા સમયે તેનો ઉપયોગ કરવાનો શરૂ થઈ ગયો. ઋષિઓની સંખ્યા લાખ-કરોડ હોવાને લીધે ગોત્રોની સંખ્યા પણ લાખ-કરોડ માનવામાં વે છે, પરંતુ સામાન્યપણે આઠ ઋષિઓના નામ પર મૂળ આઠ ગોત્ર માનવામાં આવે છે, જેના વંશના પુરૂષોના નામ પર અન્ય ગોત્ર બનાવવામાં આવ્યાં.. મહાભારતના શાંતિપર્વમાં પણ ચાર ગોત્ર બતાવવામાં આવ્યાં છે. અંગિરા, કશ્યપ, વશિષ્ઠ અને ભૃગુ જ્યારે જૈન ગ્રંથોમાં 7 ગોત્રનો ઉલ્લેખ છે- કશ્યપ, ગૌતમ, વત્સ્ય, કુસ્ત, કૌશિક, મંડવ્ય અને વશિષ્ઠ. તેમાં બધાના જુદાં-જુદાં ભેદ બતાવવામાં આવ્યાં છે જેમ કે, કૌશિક-કૌશિક કાત્યાયન, દર્ભ કાત્યાયાન, વલ્કલિન, પાક્ષિણ, લોધાક્ષ, લોહિતાયન.
हिनक्रियं निष्पुरुषम् निश्छन्दों रोम शार्शसम् ।
क्षय्यामयाव्यपस्मारिश्वित्रिकुष्ठीकुलानिच ।।
જે કુળ સત્ક્રિયાથી હિન, સત્પુરૂષોથી રહિત, વેદાધ્યયનથી વિમુખ, શરીર પર મોટા-મોટા લોમ અથા બવાસીર, ક્ષય રોગ, ઉધરસ, મરગી, શ્વેતકુષ્ઠ અને ગતિલકુષ્ઠયુક્ત કુળની કન્યા અથવા વરની સાથે લગ્ન ન થવા જોઈએ, કારણ કે આ બધા દુર્ગુણ અને રોગ લગ્ન કરનાર કુળમાં પ્રવિષ્ટ થઈ જાય છે. લગ્ન નક્કી કરતા સમયે ગોત્રની સાથે-સાથે પ્રવરનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. પ્રવર પણ પ્રાચીન ઋષિઓના નામ છે પણ અંતર એ છે કે ગોત્રનો સંબંધ રક્તથી છે, જ્યારે પ્રવરનો સંબંધ આધ્યાત્મિક છે.
વર-વધૂનો એક વર્ષ હોવા છતા તેમના અલગ-અલગ ગોત્ર તથા પ્રવર હોવા જરૂરી છે. મત્સ્યપુરાણમાં બ્રાહ્મણની સાથે સંગોત્રીય(એક જ ગોત્ર) શતરૂપાના લગ્ન પર આશ્ચર્ય અને દુખ પ્રકટ કરવામાં આવ્યું છે. ગૌતમધર્મ સૂત્રમાં પણ જુદાં-જુદાં પ્રવર લગ્નની સૂચના આપેલી છે. આપસ્તંબ ધર્મસૂત્ર કહે છે- ‘संगौत्राय दुहितरेव प्रयच्छेत्’ (સમાન ગોત્રના પુરૂષને કન્યા ન આપવી જોઈએ) જુદા-જુદા ગોત્રની સાથે લગ્ન ન કરવાની ભૂલ પુરૂષને બ્રાહ્મણત્વથી ભંગાણ થઈ જવા તથા ચાંડાલ પુત્રપુત્રીના ઉત્પન્ન થવાની વાત કહેવામાં આવી છે. અપરાર્ક કહે છે કે જાણી જોઈને સંગોત્રીય કન્યા સાથે લગ્ન કરવાવાળા જ્ઞાતિમાંથી બહાર થઈ જાય છે.
બોધાયનના હિસાબે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ સંગોત્રીય કન્યા સાથે લગ્ન કરે છે, તો તેને તે કન્યાનું માતૃત્વત્ પાલન કરવું જોઈએ (संगौत्रचेदमत्योपयच्छते मातृपयेनां विमृयात्). ગોત્રજન્મના પ્રાપ્ત નથી થતી, એટલે લગ્ન પશ્ચાત કન્યાનું ગોત્ર બદલાય જાય છે અને તેના માટે તેના પતિનું ગોત્ર લાગૂ થઈ જાય છે. વિવિધ સમુદાયોમાં ગોત્રની સંખ્યા જુદી-જુદી હોય છે. મોટાભાગે ત્રણ ગોત્ર છોડી જ લગ્ન કરવા જોઈએ એક સ્વયંનું ગોત્ર, બીજું માતાનું ગોત્ર (એટલે કે જે ગોત્ર કે કુળમાં માતાનો જન્મ થયો હોય) અને ત્રીજો દાદીનો ગોત્ર. અમુક જગ્યાએ નાનીના ગોત્રને પણ માનવામાં આવે છે અને તે ગોત્રમાં પણ લગ્ન નથી થતા.
ધાર્મિક માન્યતા મુજબ એક જ ગોત્ર અથવા એક જ કુળમાં લગ્ન કરવા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધ એટલે લગાવવામાં આવ્યો છે કારણ કે એક જ ગોત્ર અથવા કુળમાં લગ્ન થવા પર દંપત્તિની સંતાન અનુવાંશિક દોષની સાથે ઉત્પન્ન થાય છે. આવા દંપત્તિની સંતાનમાં એક જેવી વિચારધારા, પસંદ, વ્યવહાર લગેરેમાં કોઈ નાવીન્ય નથી હોતો. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ હોય છે. વિજ્ઞાન દ્વારા પણ આ સંબંધમાં આ વાત કરવામાં આવી છે કે સંગોત્ર લગ્ન કરવા પર મોટાભાગે આવા દંપત્તિની સંતાનમાં અનુવાંશિક દોષ એટલે કે માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે જન્મજાત જ જોવા મળે છે. શાસ્ત્રો મુજબ આ જ કારણોસર સંગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વૈદિક હિન્દુ સંસ્કૃતિમાં એક જ ગોત્રમાં લગ્ન વર્જિત હોવાનો મુખ્ય કારણ એ છે કે એક જ ગોત્રમાં હોવાને લીધે તે પુરૂષ તથા સ્ત્રી ભાઈ-બહેન કહેવાય છે, કારણ કે તેમના પૂર્વજ એક જ હતા. જોકે આ વાત થોડી અજાયબી લાગે કે જે સ્ત્રી તથા પુરૂષને એકબીજાને ક્યારેય જોયા પણ નથી અને બંને અલગ-અલગ દેશોમાં પરંતુ એક જ ગોત્રમાં જન્મયાં, તો તે ભાઈ-બહેન થઈ ગયા. તેનું મુખ્ય કારણ એક જ ગોત્ર હોવાને લીધે ગુણસૂત્રોમાં સમાનતાનું પણ છે. ઓશોનું કથન છે કે સ્ત્રી-પુરૂષ જેટલી વધુ દૂરીમાં લગ્ન કરે છે તેમની સંતાન ટલી જ વધુ પ્રતિભાશાળી અને ગુણી હોય છે. તેમાં અનુવાંશિક રોગ હોવાની શકયતાઓ ઓછામાં ઓછી હોય છે. તેમના ગુણસૂત્ર ખૂબ જ મજબૂત હોય છે અને તે જીવન-સંધર્ષમાં પરિસ્થિતિઓનો દૃઢતાની સાથે મુકાબલો કરે છે.

No comments: