ગોત્ર અને અટક
ઔદિચ્ય બ્રાહ્મણો ઘણા ગોત્રના જોવા મળે છે. તેમા ખાસ કરી વત્સત્, ભાર્ગવ, દલભ્ય, દ્રોણ, મૌનસ, ગંગયન, સંક્રતૃત્ય, સંકૃત્ય, પાનલત્સ્ય, માંડક્ય, શૌનક, ભારદ્વાજ, કૌદિન્ય, કૃષ્ણત્રિ, સ્વેતરિ, ગૌતમ, કુતસ્થ, અંગિરસ, વસિષ્ઠ, પરાશર, કશ્યપ, શાંડિલ્ય, ગભિલ, ઉદલક, ઔદલસ,ગર્ગ, કૌશિક, હિરણ્યગર્ભ વગેરે વિશેષત: જોવા મળે છે.
પહેલાના વખતમાં ૧૬ જેટલી અટકો જોવા મળતી પરંતુ હાલમાં, ઔદિચ્ય બ્રાહ્મણોમાં આશરે સાંઠ (૬૦) જુદી-જુદી અટકો હોય છે. અટકો મોટા ભાગે તેમની આવડત અને વ્યવસાયને લગતી હોય છે. સર્વ સામાન્ય અટકોમાં દવે, પંડ્યા, ઠાકર, ઉપાધ્યાય, ત્રિવેદી, પંચોળી, જાની, પંડિત, પાઠક, આચાર્ય, રાવલ , જોશી, મહેતા, ભટ્ટ વગેરે. બ્રાહ્મણોને વેદ ભણાવવાનું કામ આચાર્યો કરતા. વળી આવી જ રીતે ઉપાધ્યાય, ઓઝા, પાઠક પણ વેદ ભણાવતા. રાજસેવામા રત બ્રાહ્મણો પુરોહિત અને પાંચાલ દેશમાં રહેવા વાળા બ્રાહ્મણો પંચોળી અને જ્યોતિશ વિદ્યાનું જ્ઞાન ધરાવતા બ્રાહ્મણો જોશી તરીકે ઓળખવામાં આવે છે. વળી ગામનો કારભાર કરનાર ઠાકર અને ચાર વેદોનું જ્ઞાન ધરાવનાર ચતુર્વેદી કે વ્યાસ , ત્રણ વેદનું જ્ઞાન ધરાવતા ત્રિવેદી કે ત્રિપાઠી, બે વેદનું જ્ઞાન ધરાવતા દ્વિવેદી કે દવે, યજ્ઞ કરાવવામાં પારંગત યાજ્ઞીક અને હિસાબી તથા નાણાકીય સેવામાં રોકાયેલા બ્રાહ્મણો મહેતા તરીકે પસિદ્ધી પામ્યા.
ગૌત્ર એટલે શુ..?
દરેક બ્રાહ્મણોની સાથે આટલી બાબત જોડાયેલી હોવી જોઈએ, અટક,ગૌત્ર,પ્રવર,વેદ,શાખા,કુળદેવી,ગણપતિ,યક્ષ,શિવભૈરવ,અને શર્મ આમાથી "ગૌત્ર" એટલે શું..?
પ્રાચીન સમયમાં તમામ ઋષિઓ ગાયોને પાળતા,પોષતા દરેક ઋષિઓ પોતપોતાની ગાયોના સમુહને એક જગ્યામાં સુરક્ષિત રાખે તે જગ્યાને આપણે "વાડો" કહીયે છીએ, ત્યારે તેને"ગૌત્ર" કહેવાતુ.
ગાય:ત્રાયન્તે યત્ર ઈતિ ગૌત્રમ|
જ્યાં ગાયો રક્ષણ પામતી તે જગ્યા એટલે "ગૌત્ર" આમ જેતે ઋષિના નામ પરથી તે "વાડા" ઓળખાતા તેથી એકજ જગ્યાએ ગાયોનો સમુહ એકઋષિના "વાડા"માં "ગોષ્ઠ"માં બંધાતી ગાયોને એક "ગૌત્ર"ના આધારે આગળ જતાં જેતે ઋષિના વંશજો પણ તે ગૌત્રથી ઓળખાવા લાગ્યા જેમકે વશિષ્ઠ ઋષિના વશિષ્ઠ "ગૌત્રના" કહેવાયા.
વત્સત ગૌત્ર
ગૌત્ર:-વત્સત. પ્રવરઃ-વત્સ,ચ્યવન,આપ્નુવાન,ઔર્વ,જમદગ્નિ. પ્રવરસંખ્યા:-૫. વેદઃ-શુકલયજુર્વેદ. શાખા:-માધ્યન્દિની. શિવઃ-શિવશંકર. ગણપતિ:-સન્મુખ. કુલદેવી:-તપ્તેશ્વરી. ભૈરવઃ-ભીષણ. શર્મ:-દત્ત.
આહાર
સંપૂર્ણ શાકાહારી હોવાની સાથે સાથે ઔદિચ્ય બ્રાહ્મણોનો મુખ્ય ખોરાક ચોખા, ઘઉં, બાજરો અને જુવાર તેમના રોજીંદા ખોરાક છે. વળી તુવેર તેમને સ:વિશેષ પસંદ પડે છે. તેઓ સ્વાભાવિક રીતે જ વ્યસનોથી દૂર રહે છે.
વિવાહ
સામાન્યત: ઔદિચ્ય બ્રાહ્મણોમાં વિવાહ સંસ્કારની ઉંમર સ્ત્રીઓ માટે ૧૮ થી ૨૫ વરસ અને પુરુષો માટે ૨૧ થી ૨૮ વર્ષ જોવા મળે છે. આર્ય પરંપરા મુજબ, સગોત્રીય તથા બહુપત્નીત્વ પ્રથા લગ્ન માટે વર્જીત ગણવામાં આવે છે. જૂના સમયમાં વિધવા વિવાહ પણ વર્જીત ગણવામાં આવતો.

No comments:
Post a Comment