ધર્મ
કોઈ કહે મારો ધર્મ હિંદુ – ઈસાઈ – ઇસ્લામ – બુદ્ધ – જૈન વિગેરે વિગેરે ... હિંદુ ધર્મમાં પણ અનેક સંપ્રદાય જેવાકે શિવ – સ્વામીનારાયણ – યોગેશ્વર – વૈષ્ણવ – સાઈ – માતાજી – રાધે આવા અનેક ... તો શું આપણે આવા અનેક ધર્મ અને સંપ્રદાયમાં ગુચાવાતા જઈએ છીએ તો ખરેખર આ વિશ્વમાં આપણો સૌનો ધર્મ કયો? આ એક યક્ષ પ્રશ્ન છે. ઈશ્વરે આપણને આ સૃષ્ટિમાં મનુષ્ય તરીકે નિર્માણ કર્યા અને આ જગતમાં આપણે સૌ મનુષ્ય અવતાર ધારણ કર્યો આ અવતાર દરમ્યાન પાડવાના જે નિયમો – સિદ્ધાંતો – અનુશાસનમાં રહેવું એજ સાચો ધર્મ જે માનવ ધર્મ એટલે ઈન્સાનિયત જેમાં દરેક કહેવાતા હિંદુ મુશ્લીમ ઈસાઈ વિગેરે માટે આ ધર્મ કોમન બને છે આ ધર્મ જો આપણા જીવનમાં વણાઈ જાય તો જ સાચા ઈશ્વરના અલાહના ગોડના પ્યારા –લાડકવાયા બનીએ. આ ઈન્સાનિયતના ધર્મને ભૂલી આજે આવા કહેવાતા અનેક ધર્મો વાડા ઉભા કરી આપણે સૌ માનવ માનવના વચ્ચે દીવાર ઉભી કરી ઈન્સાનિયતને ભુલાવી દઈ અંદરો અંદરના ઝગડા મતભેદ ભેદભાવ જાતિવાદ આવા અનેક મત મતાંતરો દ્વારા ધર્મના નામે માનવ માનવ વચ્ચે મહા યુધ્ધો સર્જાવા લાગ્યા....... તો આજ આપણે આપણો સનાતન ધર્મને સમજીને આગળ વધીએ. આ સનાતન ધર્મમાં ધર્મ ને લગતી દરેક બાબતની છણાવટ આપણા મહા માનવ ઋષિઓ સંતો સાહેબો oઓલિયા આવા અનેક બુદ્ધિજીવીઓએ માનવ કલ્યાણ અને સાચી દિશા મેળવાય તે હેતુથી સાચા ધર્મને સમજવા તેમજ જીવનમાં આચરણમાં કઈ રીતે લઇ શકાય તે માટે અનેક ગ્રંથોમાંથી માહિતી મળે છે. આવા અનેક ગ્રંથોમાંથી સંકલન કરીને પણ અનેક ગ્રંથો લખાયા છે. તેવા શ્રેષ્ઠ ગ્રંથોમાથી આજ આપણા જીવનમાં વણી લેવા જેવા સિદ્ધાંતો વ્રત ઉપાસના વર્ણવીશું અને સાચા ધર્મ તરફ આપણે સૌ પ્રયાણ કરીએ તેવા શુભ આશયથી આ કોલમનો પ્રારંભ કરીએ. હિંદુ સંસ્કૃતિ ઘણીજ શ્રેષ્ટ છે. એના દરેક સિદ્ધાંત સંપૂર્ણ વૈજ્ઞાનિક અને દરેક માનવ માત્રને ઉન્નતી કરનાર છે. માનવ માત્રનું કલ્યાણ સરળતાથી કેવી રીતે થાય એનો ગંભીર વિચાર હિંદુ સંસ્કૃતિ અને તેના ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. જન્મથી લઇને મરણ સુધી જે જે વસ્તુઓના સંપર્કમાં આવે છે અને જે જે ક્રિયાઓ કરે છે, તે બધાને આપણા દુર્દશીય ઋષિ-મુનીઓ ઘણી વૈજ્ઞાનિક રીતે સુનિયોજિત કર્યું છે. તેથી ભગવાને ગીતામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः| न स सिद्धिमनवाप्रोति न सुखं परां गतिम्|| तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ| ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि|| १६\२३-२४ ‘જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે છે, તે ન સિદ્ધિ, ન સુખ ને અને ન તો પરમગતિને ય પામે છે.તેથી તારા માટે કર્તવ્ય – અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. આવું જાણીને તું આ લોકમાં શાસ્ત્રવિધિથી નિયત કર્તવ્ય-કર્મ કરવાને લાયક છે અથાર્થ તારે શાસ્ત્રવિધિ મુજબ કર્તવ્ય કર્મ કરવા જોઈએ.’ ઉપરાંત મનમાન્યું આચરણ કરનારને ભગવાને ગીતામાં અસુર કહ્યા છે. ‘મનુષ્ય આચરણથી મનુષ્યને પામે છે, આચારથી ઈચ્છિત સંતાનને પ્રાપ્ત કરે છે, આચારથી અક્ષય ધન પ્રાપ્ત કરે છે અને આચારથી અનિષ્ઠ લક્ષણને નષ્ટ કરે છે. જે નીચે દર્શાવેલ શ્લોક દ્વારા પ્રતીત થાય છે. आचाराल्लभते ह्यायुराचार्दिप्सिता:प्रजाः| आचाराद्धनमक्षय्यमाचारो हन्त्यलक्षणम्|| मनुस्मृति \४\१५६ सर्वोऽयं ब्राह्मणो लोके वृतेन तु विधीयते| वृत्ते स्थितस्तु शूद्रोऽपि ब्राह्मणत्वं नियच्छति| महाभारत\अनु०\१४३\५१ મહાભારતમાં પણ જોવા મળેલ છે કે ‘આ લોકમાં સમસ્ત બ્રામણ-સમુદાય સદાચારથી જ પોતાના પદ પર ચાલુ રહ્યો છે. સદાચારમાં સ્થિર રહેનારો શુદ્ર પણ આ જન્મમાં બ્રાહ્મણત્વ પામી શકે છે. આચાર – વ્યવહાર – સંબંધી જરૂરી બાબતોની જાણકારી મળી શકે એ હેતુથી આ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુ આવતા અંકમાં .....અસ્તુ. બે ઘડી અથાર્ત અડતાલીસ મિનિટનું એક મુહુર્ત હોય છે. પંદર મુહૂર્તનો એક દિવસ અને પંદર મુહુર્તની એક રાત્રી હોય છે. સુર્યોદય પહેલા ત્રણ મુહુર્તનો સમય “પુરવાહરણકાળ”-બ્રહ્મકાળ, સુર્યોદય થી ત્રણ મુહુર્તનો સમય “પ્રાત:કાળ”, પછીના ત્રણ મુહુર્તનો સમય “સંગવકાળ” પછીના ત્રણ મુહુર્તનો સમય “મધ્યાનકાળ” પછીના ત્રણ મુહુર્તનો સમય “અપરહણકાળ” પછીના ત્રણ મુહુર્તનો સમય “સયાહ્નકાળ”-સાયનકાળ, ગણવામાં આવે છે. બ્રહ્મકાળમાં મનુષ્યોએ જાગી સ્નાન વગેરે શુદ્ધ થઇને દેવતા સબંધી કાર્ય કરવું, મધ્યાનમાં મનુષ્ય સબંધી કાર્ય કરવું અને અપહરણકાળમાં પિતૃ સબંધી કાર્ય કરવું. ઋષીઓ રોજ સાંધ્યોપાસન કરવાથી જ દીર્ઘાયુ બન્યા હતા. એટલા માટે સદા મૌન રહીને દ્વીજમાત્રે દરોજ ત્રણ સમય સંધ્યા કરવી જોઈએ. આ ત્રણ સંધ્યામાં પહેલીસંધ્યા બ્રહ્મકાળે, બીજી સૂર્ય મધ્ય આકાશે હોય ત્યારે, અને ત્રીજી સંધ્યા સાયનકાળે કરવી જોઈએ. તેમ છતાં પહેલીસંધ્યા બ્રહ્મકાળે અવશ્ય કરવી બીજી બે સંધ્યા ન થાય તેનો કલીકાળમાં દોષ નથી. શયન
1. હમેશાં પૂર્વ અથવા દક્ષિણ તરફ માથું રાખીને સુવું જોઈએ,ઉત્તર યા પશ્ચિમની તરફ માથું કરીને સુવાથી આયુષ્ય ઓછું થાય છે તથા શરીરમાં રોગ પેદા થાય છે. 2. પૂર્વ તરફ માથું રાખી સુવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. દક્ષિણ તરફ માથું રાખવાથી આયુષ્ય વધે છે. પશ્ચિમ તરફ માથું રાખવાથી ચિંતામાં વધારો થાય છે. ઉત્તરમાં માથું રાખી સુવાથી હાની તથા મૃત્યુ થાય યા બીમારી આવે. 3. ઊંધા માથે થઇને, નગ્ન થઈને, બીજાની પથારીમાં, તૂટેલા ઓટલા પર તથા જનશૂન્ય ઘરમાં નહિ સુવું જોઈએ. 4. એઠા મોએ ન સુવું જોઈએ. 5. દેવમંદિરોમાં અથવા સ્મશાનમાં નહિ સુવું જોઈએ. 6. અંધારામાં નન સુવું જોઈએ. 7. ભીના પગે ન સુતા સુકા પગે સુવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 8. નિદ્રા સમયે મોમાં પાન, કપાળમાંથી તિલક અને માથામાંથી ફૂલનો ત્યાગ કરવો જોઈએ. 9. રાત્રે પાઘડી બાંધી નહિ સુવું જોઈએ. 10. દિવસે તેમજ રાત્રીના પહેલા અને પાછલા ભાગમાં ઊઘવું નહિ જોઈએ. રાત્રીના ત્રીજા પ્રહરમાં સુવું ઉત્તમ છે. 11. જે મનુષ્ય રોગી અવસ્થાને છોડીને સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયે સુએ છે, તે પ્રાયાસ્ચીતનો ભાગીદાર થાય છે. 12. કોઈ સૂતેલા મનુષ્યને નહિ જગાડવો જોઈએ. 13. વિદ્યાર્થી, નોકર, પથિક, ભૂખથી પીડિત, ભયભીત,ભંડારી અને દ્વારપાળ આ સુતેલા હોય તો તેમને જગાડી દેવા જોઈએ. 14. મળ-મૂત્રનો ત્યાગ – શૌચકર્મ વિષે આપણા શાસ્ત્રમાં ઘણી જાણકારી મળે છે. પરંતુ વર્તમાન સમયમાં તે નિયમો પાળી શકાય તેમ ન હોવાથી એ બાબતે અહી વિરામ આપી આગળના વિષય ઉપર જઈએ. દંતધાવન 1. દુધવાળા તથા કાંટાવાળા વૃક્ષ દાતણને માટે પવિત્ર માનવામાં આવે છે. 2. અપામાર્ગ(અઘેડો),બીલી,આકડો,લીંબડો,ખેર,ગુલાર,કરંજ,અર્જુન,આંબો,સાલ,મહુડો,કદન્મ,બોર,કરેણ,બાવળ વગેરે વૃક્ષોનું દાતણ કરવું જોઈએ. 3. પલાશ,કપાસ,કુશ,ખીજડો,અરીઠા,બહેડા,સરગવો,શામલ્લી, વગેરે વૃક્ષનું દાતણ કદી નકરવું. 4. તુરા કડવા અથવા તીખા રસવાળું દાતણ આરોગ્યદાયક બને છે. 5. મહુડાના દાતણથી મુત્રબાબતે લાભ થાય. આકડાના દાતણથી નેત્રને લાભ થાય. બોરના દાતણથી પ્રવચનની શક્તિ મળે. બીલી અને ખેરના દાતણથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય.કદંબથી રોગો નાશ પામે છે. અરડૂસીથી ગૌરવ,ચામેલીથી જાતિમાં પ્રધાનતા મળે,પીપળાથી યશ અને શિરીષના દાતણથી દરેક પ્રકારે સંપતિ પ્રાપ્ત થાય. 6. કોરી આંગળીથી અથવા તર્જની આંગળીથી કડી દાતણ ન કરવું. કોલસો, રેતી, ભસ્મ, ઈંટ, નો ઉપયોગ દાતણ કરવામાં નજ કરવો જોઈએ. 7. દાતણ માટે સીધી, લીલી, ભીની, અને છિદ્રવગરની ડાળી લેવી. ચીરેલું, કીડા લાગેલું, સુકું, વાકુચુકુ અને છાલ વગરનું દાતણ કદી કરવું નહિ. 8. દંતધાવન પહેલાં દાતણને પાણીથી ધોઈ આ મંત્રથી અભિમંત્રિત કરવું જોઈએ.— आयुर्बलं यशो वर्चः प्रजाः पशुवसूनि च| बर्हं प्रज्ञां च मेधां च त्वं नो देहि वनस्पते|| ‘વનસ્પતિ ! તું મને આયુષ્ય, બળ, યશ, તેજ, સંપતિ, પશુ, ધન, બ્રહ્મજ્ઞાન, બુદ્ધિ તથા ધારણાશક્તિ પ્રદાન કર.’ 9. કાયમ પૂર્વ અથવા ઉત્તરની દિશા તરફ મુખ રાખી દાતણ કરવું શુભ છે. પશ્ચિમ તથા દક્ષિણ તરફ મુખ ન રાખવું જે અશુભ ફલદાયક બને છે. 10. એકમ છઠ નોમ અને અમાસે કાષ્ટનું દાતણ કરવું નહિ. આ સિવાય રવિવાર ઉપવાસના દિવસે શ્રાદ્ધના દિવસે અને સુર્યાસ્ત વેળાએ પણ કાષ્ટનું દાતણ કરવું નહિ. 11. જે દિવસે દાતણ ન મળે અથવા કાષ્ટનું દાતણનો નિષેધ હોય તે દિવસે અને સમયે બાર અથવા સોળ વાર કોગળા કરી લેવા અથવા વૃક્ષના પાંદડા યા સુગંધી મંજન કરી શકાય છે. તૈલાભ્યંગ 1. તૈલાભ્યંગ એટલે સ્નાન કરતી પહેલા શરીર પર તેલ લગાવવું 2. એકમ, છઠ, આઠમ, અગિયારસ, ચૌદશ, પૂનમ અને અમાસે શરીર પર તેલ નહિ લગાડવું જોઈએ. 3. રવિવાર, મંગળવાર, ગુરુવાર, અને શુક્રવારે શરીર પર તેલ નહિ લગાડવું જોઈએ. 4. રવિવારે તેલ લગાડવાથી કલેશ, સોમવારે લગાડવાથી કાંતિ, મંગળવારે વ્યાધી, બુધવારે સૌભાગ્ય, ગુરુવારે નિર્ધનતા,શુક્રવારે હાની અને શનિવારે સર્વસમૃદ્ધિ થાય છે. 5. રવિવારે ફૂલ, મંગળવારે માટી, ગુરુવારે દુર્વા અને શુક્રવારે ગોબર નાખી તેલ લગાડવાનો દોષ નથી લાગતો. 6. જે દરોજ તેલ લગાવતા હોય તેઓને કોઈપણ દિવસનો દોષ લાગતો નથી. સરસવનું તેલ ગ્રહણના સમય સિવાય બીજા કઈપણ દિવસે દોષિત નથી. 7. માથા પર લગાડતા બચેલા તેલને શરીર પર ન લગાડવું જોઈએ.
સ્નાન 1. સ્નાન કર્યા વિના જે પુણ્યકર્મ કવામાં આવે છે, તે નકામું જાય છે. 2. ખરાબ સ્વપ્ન જોવાથી, હજામત કરવાથી, ઉલટી થવાથી, સ્ત્રીસંગ કરવાથી અં સ્મશાનભૂમિમાં જવાથી વસ્ત્ર સાથે સ્નાન કરવું જોઈએ. 3. તેલ લગાવ્યા પછી, સ્મશાનેથી પાછા ફરવાથી, સ્ત્રીસંગ કરવાથી અને ક્ષૌરકર્મ-હજામત કર્યા પછી મનુષ્ય સ્નાન નથી કરતો, ત્યાં સુધી તે ચાંડાલ બની રહે છે. 4. જો નદી હોય તો જે તરફની તેની ધારા આવતી હોય, તે જ બાજુ મો કરીને તથા બીજા જળાશયોમાં સૂર્યની તરફ મો કરીને સ્નાન કરવું જોઈએ. 5. કુવામાંથી કાઢેલું પાણી કરતા ઝરણાનું પાણી પવિત્ર હોય છે. તેનાથી પવિત્ર સરોવરનું પાણી તથા તેનાથી પવિત્ર નદીનું પાણી ગણવામાં આવે છે,તીર્થનું પાણી તેનાથી પણ પવિત્ર હોય છે અને ગંગાજીનું પાણી તો સૌથી પવિત્ર માનવામાં આવેલ છે. 6. બીજાઓના બનાવેલા સરોવરમાં સ્નાન કરવાથી સરોઅવાર બનાવાનારોના પાપ સ્નાન કરવાવાળાને લાગે છે. તેથી તેમાં સ્નાન ન કરવું. જો બીજાના સરોવરમાં સ્નાન કરવું જ પડે તો પાંચ કે સાત ઢેફા માટી કાઢીને સ્નાન કરવું. 7. ભોજન પછી, રોગી રહેવાથી, મહાનિશા (મધ્યરાત્રિના બે પ્રહાર)માં, ઘણાં વસ્ત્રો પહેરીને અને અજાણ્યા જળાશયોમાં સ્નાન નહિ કરવું જોઈએ. 8. રાતના સમયે સ્નાન નહિ કરવું જોઈએ. સાંજની વેળાએ સ્નાન નહિ કરવું જોઈએ. પરંતુ સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણના સમયે રાત્રે પણ સ્નાન કરવું જોઈએ. 9. પુત્રજન્મ, સુર્યની સંક્રાતિ, સ્વજનનું મૃત્યુ, ગરાહન તથા જન્મ નક્ષત્રમાં ચંદ્રમાં રહેવાથી રાત્રે પણ સ્નાન કરી શકાય છે. 10. શરીરનો થાક દુર કર્યા વિના અને મોં ધોયા વિના સ્નાન નહિ કરવું જોઈએ. 11. સુર્યના તડકામાં તપેલી વ્યક્તિ જો તરત (વિશ્રામ કર્યા વિના) સ્નાન કરે છે. તો તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે અને માથામાં પીડા થાય છે. 12. કાંસાના પાત્રમાં કાઢેલ જળ કુતરાના મૂત્ર બરાબર હોવાથી દેવ પૂજા યોગ્ય નથી હોતું. તેથીશુદ્ધી ફરીથી સ્નાન કરવાથી જ થાય છે. 13. નગ્ન થઈને કદી સ્નાન નહિ કરવું જોઈએ. 14. પુરુષે સદા માથાના ઉપરથી સ્નાન કરવું જોઈએ. માથાને છોડીને સ્નાન નહિ કરવું જોઈએ. માથાબોળ સ્નાન કરીને જ દેવકાર્ય તથા પિતૃકાર્ય કરવા જોઈએ. 15. સ્નાન કર્યા વિના ચંદન વિગેરે નહિ લગાડવા જોઈએ. 16. રવિવાર, શ્રાદ્ધ, સંક્રાતિ, છઠ, અથવા અશૌચ પ્રાપ્ત થઆથી મનુષ્યે ગરમ પાણીથી સ્નાન નહિ કરવું જોઈએ. 17. જે બન્ને પક્ષોની અગિયારસે આંબળાથી સ્નાન કરે છે, તના બધા પાપ નાશ પામે છે અને તે વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. 18. સ્નાન પછી તેલનું માલીશ નહિ કરવું જોઈએ તથા ભીના વસ્ત્રો ઝાટકવા નહિ. 19. સ્નાન કરી પોતાના ભીના વાળને ઝટકો મારી ખંખેરવા નહિ. 20. સ્નાન કર્યા પછી વસ્ત્રને ચાર ગણું કરી નીછોવવું, ત્રણ ગણું કરીને નહિ. ઘરમાં વસ્ત્ર નિચોવતી વેળાએ તેની કિનાર નીચે કરીન્ર નીચોવવું અને નદીમાં સ્નાન કર્યું હોયતો ઉપરની તરફ કિનાર કરીને ભૂમિપર નીચોવવું. નીચોવેલા વસ્ત્રને ખભાપર ન રાખવું. 21. સ્નાન કરી શરીરને હાથથી નહિ લૂછવું. 22. સ્નાન વેળાએ પહેરેલ ભીના વસ્ત્રથી શરીરને ન લૂછવું જોઈએ. આમ કરવાથી શરીરને કુતરા દ્વારા ચાટેલા જેટલું અશુદ્ધ થઈ જાય છે, જે ફરીથી સ્નાન કરવાથી જ શુદ્ધ થાય છે. વસ્ત્ર 1. એક વસ્ત્ર ધારણ કરીને ન તો ભોજન કરવું, ન યજ્ઞ કરવો, ન દાન કરવું, ન અગ્નિમાં આહુતિ આપવી, ન પિતૃતર્પણ કરવું અને ન દેવપૂજા કરવી. 2. વિદ્વાન પુરુષ ધોબીના ધોયેલા વસ્ત્રને અશુદ્ધ માને છે. પોતાના હાથે ફરીથી ધોવાથી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે. 3. જેને કિનારી કે ગોઠ ન લાગી હોય એવું વસ્ત્ર ધારણ કરવા યોગ્ય નથી હોતું. 4. અગાઉ પહેરેલ વસ્ત્રને ધોયા વિના ફરીથી ન પહેરવું જોઈએ. 5. વસ્ત્રની ઉપર પાણી છાંટીને જ તેને પહેરવું જોઈએ. 6. જૂના અને મેલા વસ્ત્રો પૈસા હોય ત્યાં સુધી ન પહેરવા જોઈએ. 7. ભીના વસ્ત્રો કદી નહિ પહેરવા જોઈએ. 8. વધુ લાલ, રંગબેરંગી, નીલા અને કાળા રંગના વસ્ત્રો ધારણ કરવા ઉત્તમ નથી. 9. કપડા અને ઘરેણાને ઊંધા કરીને ન પહેરવા, તેમાનામાં કદી ઉલટ ફેર ન કરવું એટલે કે ઉપરના વસ્ત્રને નીચે અને નીચેના વસ્ત્રને ઉપર સ્થાનમાં ન લેવું. 10. બીજાના પહેરેલા કપડા નહિ પહેરવા જઈએ. 11. સૂવા માટે અલગ વસ્ત્ર હોવું જોઈએ. રસ્તાઓ પર ફરવા માટે બીજું તથા દેવ પૂજાને માટે પણ અલગ વસ્ત્ર રાખવું જોઈએ. 12. ગળીમાં રંગેલું વસ્ત્ર દૂરથી જ ત્યાગી દેવું જોઈએ. જે ગળીથી રંગેલ વસ્ત્ર પહેરે છે, તેના સ્નાન, દાન, યાપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને પંચમહાયજ્ઞ એ બધું નષ્ટ થાય છે. ગળીથી રંગેલ વસ્ત્ર ધારણ કરી જે રસોઈ બનાવામાં આવે છે. તે અન્નને જે ખાય છે તે અન્ન દેનાર યજમાન નરકમાં જાય છે. 13. આ પાંચ કાર્યોમાં ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવું જઈએ --- સ્વાધ્યાય, મળ-મૂત્ર ત્યાગ, દાન, ભોજન, અને આચમન.

No comments:
Post a Comment